“વૃક્ષ છેદન પ્રવૃતિ”


“વૃક્ષ છેદન પ્રવૃતિ”

હમણાંથી વિકાસ ના નામે ગુજરાત રાજ્ય માં વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. હમણાથી ગુજરાતે બહુ વિકાસ કર્યો છે, પણ વૃક્ષ કાપવાની પ્રવૃતિ પણ એટલી જ જોર માં છે.

નળસરોવર નજીક ૭૦૦૦ વૃક્ષોનો નાશ થવાનો છે, શું આ જરુરી છે? વિદેશી પક્ષીઓ અહીં હજારો ની સંખ્યામાં મહેમાન બનીને આવે છે તે આ વૃક્ષો અને સરોવર ને કારણે. હવે, સરકાર વિકાસ ના નામે આ શું કરવા બેઠી છે ?

કોઇ તો આ સરકાર નો કાન પકડે, અટકાવે. પક્ષીઓ ના , વૃક્ષો ના પ્રશ્નને વાચા આપે , સરકાર સુધી આ અવાજ ને પહોંચાડે તો સારુ.

અહીં પણ એક ‘સુંદરલાલ બહુગુણા’ ની જરુર છે.

ગાંધીનગર – અમદાવાદ માં વૃક્ષો નો નાશ કર્યો , વિકાસ પણ કર્યો , પણ કહેવાનુ એટલુ જ કે — નળ સરોવર ને છોડો — પર્યાવરણ ને હેમખેમ રહેવા દો.
” જિઓ ઔર જીન દો ”
(મેહુલ ત્રિવેદી) ના વિચારો માં થી