Recent Updates Toggle Comment Threads | Keyboard Shortcuts

 • Mehul Trivedi - Prem no Manas 6:30 am on August 31, 2017 Permalink | Reply  

  આઝાદી નો મહોત્સવ આવ્યો 


  [blue][b]આઝાદી નો મહોત્સવ આવ્યો

  સાથે ઘણા વિચારો લાવ્યો,

  ગાંધી સરદાર  યાદ આવ્યા,

  હવે તો , નેતા ઓ બસ પૈસા જ ખાય છે,

  નથી રસ હવે કોઇ ને ખેડૂત કે ખેતી માં,

  સિમેન્ટ ના જંગલો માં જ રસ છે,

  નથી રસ હવે કોઇ ને રમત માં

  બસ સટ્ટાખોરી માં જ રસ છે,

  ત્રેંસઠ પૂરા થયા આમ જ સદી પણ થશે ,

  અહીં તો ભ્રષ્ટાચાર પણ સદી ગયો છે.

  આ તો બસ ગાંધી – સરદાર યાદ આવ્યા,

  આઝાદી નો મહોત્સવ આવ્યો
  [red][b](મેહુલ ત્રિવેદી)

  Advertisements
   
 • Mehul Trivedi - Prem no Manas 7:40 am on February 15, 2017 Permalink | Reply  


  … પ્રેમ …

  પ્રેમ ની કોઇ ભાષા નથી ,
  પ્રેમ ની કોઇ વ્યાખ્યા નથી ,

  પ્રેમ એટલે નિર્દોષ બાળક ની આંખ ,
  પ્રેમ એટલે નિર્દોષ પારેવા ની પાંખ ,

  પ્રેમ એટલે ઘટાદાર વૃક્ષ ની છાયા ,
  પ્રેમ એટલે કૃષ્ણ ની જ બધી માયા ,

  પ્રેમ એટલે વિશ્વાસ , પ્રેમ એટલે જીવન ..

  • મેહુલ ત્રિવેદી

  (પ્રેમ નો માણસ)
  9723893120

   
 • Mehul Trivedi - Prem no Manas 10:12 am on February 14, 2017 Permalink | Reply  


  ચાલવાની છે મજા

  પ્રેમ ને મસ્તીના માર્ગે
  ચાલવાની છે મજા

  સપના કંઇ મજા ના હતા
  કોઇ રંગીન તો કોઇ ગમગીન હતા

  કંઇ ભૂલાયા સપના રસ્તા માં,
  કંઇ વિખરાયા કોઇ યાદો માં

  તો યે આવી છે મજા અહીં
  જમાના ની ચાલ માં

  ના વચન ની તરસ
  ના કોઇ ઉપદેશ નો બોજ

  ના કોઇ સવાલ
  બસ આવી છે મજા
  પ્રેમ ને મસ્તી ના માર્ગે ચાલતા.

  (મેહુલ ત્રિવેદી)
  પ્રેમ નો માણસ

   
 • Mehul Trivedi - Prem no Manas 10:49 am on May 31, 2013 Permalink | Reply  


  DSC_9213

   
  • Mehul Trivedi 12:23 pm on June 24, 2013 Permalink | Reply

   excellent enviornment , Sir

   • gujaratilexiconcom 7:39 am on August 5, 2013 Permalink | Reply

    નમસ્કાર!
    આપનો બ્લોગ ”Mehultheboss’s Blog” વાંચ્યો અને આપે જે રચના અને કૃતિઓ આપના બ્લોગ ઉપર મૂકેલ છે તે ખૂબ જ ઉપયોગી અને સુંદર છે.
    આશા છે આપનો બ્લોગ દિનપ્રતિદિન સફળતાના ઉન્નત શિખરો પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ.
    આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે પ્રસાર – પ્રચાર કરી રહ્યા છો તે સંદર્ભે ગુજરાતીલેક્સિકોન ટીમ વતી અમો આપ સમક્ષ એક રજૂઆત કરવાની મહેચ્છા દાખવીએ છીએ.
    ગુજરાતીલેક્સિકોન એ સતત છ વર્ષથી ભાષાના પ્રચાર -પ્રસાર માટે કાર્ય કરે છે. ગુજરાતીલેક્સિકોનની વેબસાઇટ ઉપર 45 લાખથી પણ વધુ શબ્દો અને અંગ્રેજી – ગુજરાતી શબ્દકોશ, ગુજરાતી – અંગ્રેજી શબ્દકોશ, ગુજરાતી – ગુજરાતી શબ્દકોશ જેમાં સાર્થ-બૃહદ અને ભગવદ્ગોમંડલોન સમાવેશ થાય છે, હિન્દી – ગુજરાતી શબ્દકોશ, વિરુદ્ધાથી શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગ, પર્યાયવાચી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિવિધ રમતો, ગુજરાતી જોડણી ચકાસક (સ્પેલચેકર) વગેરે જેવા વિવિધ વિભાગો આવેલા છે.
    આ ઉપરાંત, આ સમગ્ર સ્રોત વિના મૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.
    માતૃભાષાના સંવર્ધન અને પ્રચારના અમારા આ પ્રયાસમાં આપ પણ સહભાગી થાવ એવી અમારી ઇચ્છા છે. આ સંદર્ભે આપે ફકત આપના બ્લોગ ઉપર યથાયોગ્ય સ્થાને ગુજરાતીલેક્સિકોન (http://www.gujaratilexicon.com) અને ભગવદ્ગોમંડલ (http://www.bhagwadgomandal.com)વેબસાઇટની લિંક મૂકવાની છે. જેથી વિશ્વભરમાં સ્થાયી થયેલ કોઈ પણ વ્યક્તિ એ લિંક ઉપર ક્લિક કરી પોતાની માતૃભાષા સાથેનો સંબંધ જાળવી રાખી શકે. અમને આશા છે આપ આ કાર્યમાં અમારી સાથે જોડાશો. તો ચાલો સાથે મળી આપણી ગરવી ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસાર માટે એક સહિયારો પ્રયાસ કરીએ. આપને આ સંદર્ભમાં કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો વિના વિલંબ આપ અમને ઈમેલ કરી શકો છો અથવા ફોન ઉપર પણ સંપર્ક કરી શકો છો. અમારો ફોન નંબર આ મુજબ છે – ૦૭૯ – ૪૦૦ ૪૯ ૩૨૫

 • Mehul Trivedi - Prem no Manas 1:26 pm on January 30, 2012 Permalink | Reply  

  “વૃક્ષ છેદન પ્રવૃતિ” 


  “વૃક્ષ છેદન પ્રવૃતિ”

  હમણાંથી વિકાસ ના નામે ગુજરાત રાજ્ય માં વૃક્ષોનો વિનાશ થઈ રહ્યો છે. ગુજરાત વિકાસશીલ રાજ્ય છે. હમણાથી ગુજરાતે બહુ વિકાસ કર્યો છે, પણ વૃક્ષ કાપવાની પ્રવૃતિ પણ એટલી જ જોર માં છે.

  નળસરોવર નજીક ૭૦૦૦ વૃક્ષોનો નાશ થવાનો છે, શું આ જરુરી છે? વિદેશી પક્ષીઓ અહીં હજારો ની સંખ્યામાં મહેમાન બનીને આવે છે તે આ વૃક્ષો અને સરોવર ને કારણે. હવે, સરકાર વિકાસ ના નામે આ શું કરવા બેઠી છે ?

  કોઇ તો આ સરકાર નો કાન પકડે, અટકાવે. પક્ષીઓ ના , વૃક્ષો ના પ્રશ્નને વાચા આપે , સરકાર સુધી આ અવાજ ને પહોંચાડે તો સારુ.

  અહીં પણ એક ‘સુંદરલાલ બહુગુણા’ ની જરુર છે.

  ગાંધીનગર – અમદાવાદ માં વૃક્ષો નો નાશ કર્યો , વિકાસ પણ કર્યો , પણ કહેવાનુ એટલુ જ કે — નળ સરોવર ને છોડો — પર્યાવરણ ને હેમખેમ રહેવા દો.
  ” જિઓ ઔર જીન દો ”
  (મેહુલ ત્રિવેદી) ના વિચારો માં થી

   
 • Mehul Trivedi - Prem no Manas 2:01 pm on January 22, 2012 Permalink | Reply  

  વિશ્વ પ્રવાસે નીકળ્યા લોકો…. 


  વિશ્વ પ્રવાસે નીકળ્યા લોકો….

  ભાન ભુલીને ભટક્યા લોકો….

  પ્રવાસ કરતા થાઈલેન્ડ પહોંચ્યા….

  … પડોશીને ભૂલતા લોકો…

  અર્થ માટે અમેરિકા ખેડતા …

  વતન અહીં ભૂલતા લોકો….

  ભણતર માટે વિદેશ જતા…

  સગપણ અહીં નું ભૂલતા લોકો…

  તહેવારો માં ઘેલછા બતવતા…

  ધર્મ નો મર્મ ભૂલતા લોકો…

  દિવાળી માં બહારનો ઝગમગાટ જોઇ….

  ઘેર અંધારુ કરતા લોકો….

  ચાંદ પર પહોંચતા લોકો…

  મેહુલ ને વિસરતા લોકો….

  વિશ્વ પ્રવાસે નીકળ્યા લોકો….

  ભાન ભુલીને ભટક્યા લોકો….

  (મેહુલ ત્રિવેદી)

   
 • Mehul Trivedi - Prem no Manas 8:23 am on July 3, 2011 Permalink | Reply  

  તમે રિસાયા છો કેમ ? 


  તમે રિસાયા છો કેમ ?

  વર્ષારાણી તમે રિસાયા છો કેમ ?

  વાદળીઓ તમે પણ રીસ ચડાવી છે કેમ ?

  ધરતી થી મેહુલિયો કરે પોકાર ,

  આવો તમે આવો ,

  થયા ઘણા મોંઘા તમે ,

  જુન ગયો આખો હવે ,

  કેમ કરી તમે કીટ્ટા ધરતી ની,

  યજ્ઞો કરીને બોલાવીએ છીએ તમને ,

  કહુ છુ કે માની જાવ અને ધરતી પર વરસી જાવ ,

  જો ધરતી નો “મેહુલિયો” કરશે તમારી કિટ્ટા તો .. તો.. ક્યાં જઈ ને વરસસો ,

  શુ જવાબ દેશો મેઘરાજા ને ? પણ કહો તો ખરા કે તમે રિસાયા છો કેમ ?

  (મેહુલ ત્રિવેદી)

   
 • Mehul Trivedi - Prem no Manas 11:57 am on May 22, 2010 Permalink | Reply  

  હસતો રહ્યો છુ 


  અપમાનો સહ્યા ઘણા

  છતા હસતો રહ્યો છુ,

  ઠોકરો ખાધી ઘણી

  છતા હસતો રહ્યો છુ,

  લાતો ખાધી ઘણી

  છતા હસતો રહ્યો છુ,

  પ્રભુ , તારી પર છે શ્રડ્ધા

  અને એટલે જ ,

  આપી અપાર વેદના

  અને સહતો રહ્યો છુ.

  (મેહુલ ત્રિવેદી)

   
 • Mehul Trivedi - Prem no Manas 11:59 am on April 16, 2010 Permalink | Reply  


  તમે સ્મિત રેલાવ્યુ , અમારે ભર ઉનાળે “મેહુલિયો” વરસ્યો.

  ( મેહુલ ત્રિવેદી )

   
 • Mehul Trivedi - Prem no Manas 11:25 am on April 16, 2010 Permalink | Reply  

  મારી…..જીંદગી….. 


  વ્હાલી મારી…..
  તે તો છે મારી વ્હાલી,

  હસતી હસાવતી,

  રમતી રમાડતી,

  ઉછળતી કૂદતી,

  તે તો છે મારી વ્હાલી,

  ક્યારેક આપે આંસુ,

  સુખ ના તો,

  દુઃખ ના પણ્,

  ક્યારેક માનતી,

  ક્યારેક મનાવતી,

  તે તો છે મારી વ્હાલી,

  અદ્વિતીય,

  અકલ્પનીય,

  અનુપમ,

  તે તો છે મારી વ્હાલી,

  જેવી છે તેવી,

  ખુદા એ આપેલી,

  મને ગમતી,

  મન ને ગમતી,

  તે તો છે વહેતા ઝરણા જેવી,

  તે તો છે મારી વ્હાલી જીંદગી…..

  તે તો છે મેહુલની વ્હાલી જીંદગી…..

  (મેહુલ ત્રિવેદી)

   
c
Compose new post
j
Next post/Next comment
k
Previous post/Previous comment
r
Reply
e
Edit
o
Show/Hide comments
t
Go to top
l
Go to login
h
Show/Hide help
shift + esc
Cancel