તમે રિસાયા છો કેમ ?


તમે રિસાયા છો કેમ ?

વર્ષારાણી તમે રિસાયા છો કેમ ?

વાદળીઓ તમે પણ રીસ ચડાવી છે કેમ ?

ધરતી થી મેહુલિયો કરે પોકાર ,

આવો તમે આવો ,

થયા ઘણા મોંઘા તમે ,

જુન ગયો આખો હવે ,

કેમ કરી તમે કીટ્ટા ધરતી ની,

યજ્ઞો કરીને બોલાવીએ છીએ તમને ,

કહુ છુ કે માની જાવ અને ધરતી પર વરસી જાવ ,

જો ધરતી નો “મેહુલિયો” કરશે તમારી કિટ્ટા તો .. તો.. ક્યાં જઈ ને વરસસો ,

શુ જવાબ દેશો મેઘરાજા ને ? પણ કહો તો ખરા કે તમે રિસાયા છો કેમ ?

(મેહુલ ત્રિવેદી)

Advertisements