હસતા હસતા રડી પડાયુ


મેં દુખ એટલુ તો સાચવી ને રાખ્યુ ,
કે હસતા હસતા રડી પડાયુ,

દિલ ના દર્દ આમ પળભર માં
બહાર આવશે તે નહોતી ખબર ,

બસ આ તો આમ જ
હસતા હસતા રડી પડાયુ,

જખમ તો સાચવી ને રાખ્યા હતા મેં,
આખી જીંદગી ના ,પણ કોણ જાણે કેમ,
આજે હસતા હસતા રડી પડાયુ.

આંખ માં આંસુ પણ છે અને
આંખ માં સપનુ પણ છે,
બસ આજે તો હસતા હસતા રડી પડાયુ.
(મેહુલ ત્રિવેદી)

Advertisements