ઓફિસ ઓફિસ રમવા નીકળ્યો,


હુ વહેલી સવારે ઘરે થ ‘જય શ્રી ક્રિશ્ના’ કહી,
ઓફિસ ઓફિસ રમવા નીકળ્યો,

કાનો મને રસ્તા માં મળ્યો,
મારી સામે જોઇ મજાક મા હસ્યો,

હુ ઓફિસ ઓફિસ રમવા નીકળ્યો,

કાનો કહે કે, સારુ છે કે અમે તો સમરાંગણ માં રમતા હતા,
દોસ્ત કોણ અને દુશ્મન કોણ એ પણ અમે તો જાણતા હતા,

સેનાપતિ કોણ અને કોના માટે લડવુ એ પણ અમે તો જાણતા હતા,

તે કહે કે સારુ થયુ હું દ્વાપર યુગ માં થઈ ગયો ,

કાનો મારી સામે જોઈ મજાક મા હસતો હતો,
કાનો મારી સામે જોઇ મજાક મા હસતો રહ્યો,

મેં નક્કી કર્યુ કે હવે નહી બોલુ એનુ નામ
એ તો મજાક માં મારી સામે હસતો હતો,

બીજી સવારે હું ઓફિસ ઓફિસ રમવા નીકળ્યો
ટેવ પ્રમાણે બોલી નાખ્યુ ‘ જય શ્રી ક્રિશ્ના ‘
(મેહુલ ત્રિવેદી)

Advertisements