ખોવાયો છે મા નો ગરબો …


ખોવાયો છે મા નો ગરબો …

 
Gandhinagar9723893120

શોધ્યો છતા મળ્યો નથી ..
ખોવાયો છે મા નો ગરબો …

શોધ્યો મેં શહેર માં,શેરી માં,
ગામ માં,ચોક માં,

શોધ્યો છતા મળ્યો નથી ..
ખોવાયો છે મા નો ગરબો …

ગયો હું પાર્ટી પ્લોટ માં ને,
વાયબ્રન્ટ માં પણ ..

શોધ્યો છતા મળ્યો નથી ..
ખોવાયો છે મા નો ગરબો …

દીવો લઈ ને ફરુ પણ ..
ફ્લડ લાઈટ ઝબકારા મારે..

શોધ્યો છતા મળ્યો નથી ..
ખોવાયો છે મા નો ગરબો …

આવો, મેહુલની સાથે જઈએ..
શોધવા મા નો ગરબો …

શોધ્યો છતા મળ્યો નથી ..
ખોવાયો છે મા નો ગરબો …
(મેહુલ ત્રિવેદી)

Advertisements